બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે કિયાલ ગામે ખેતરમાંથી વિદેશી શરાબની 864 બોટલ ઝડપી પાડી

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.ડી.ચૌધરી થરાદ વિભાગ થરાદનાઓએ શરાબના વેચાણ અને હેરાફેરીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય તે દરમિયાન જે.બી.આચાર્ય તથા એ.એસ.આઈ.પ્રતાપસીંગ દેવાજી બ. નં.1619 અને એ.હે.કોન્સ મહેશભાઇ સવદાસભાઈ બી.એન.895 અને એ.હે.કોન્સ.જયેશભાઈ સવજીભાઇ બી.1565 અને પ્રવિનભાઈ નારાનજી અ.પો.કોન્સ.બી.એન.1416 વગેરે થરાદ પોલીસ ટીમ સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારીત કિયાલ ગામની સીમ રહેતી કિર્તીજી ગોવાજી ઠાકોર રહે. કિયાલ તા.થરાદવાળા એ કબજા ભોગવતા ખેતરમાં બોલેરો પીક અપ કાર નંબર જીજે 08 એયું 1990માં કેરેટ નીચેથી ભારતીય બનાવટનો વિદેશી શરાબની બોટલ નંગ 864 કિંમત રૂ. 86,400નો ગેરકાયદેસરનો મળી આવતાં બોલેરો પીક અપ કાર કિંમત રૂ. 3,00,000 તથા 50 ખાલી કેરેટ સાથે મળી કુલ રૂ. 3,86,900 નો મુદામાલ જપ્ત કરેલ છે શખ્સ વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *