વડોદરાના વાધોડિયા નજીક ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું ધટનાના સ્થળે જ મૃત્યુ
વડોદરાના વાધોડિયામાં હિટ એન્ડ રનનો કેસ બન્યો છે. આ અકસ્માત પાટિયા પુરા ગામ નજીક થયો છે. જેમાં 2 વ્યક્તિઓના બનાવસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરાના વાધોડિયામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર ચાલક બાઇકને ટક્કર મારીને ભાગી ગયો હતો. બાઇક સવાર દંપતીનું બનાવસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજયું હતું. વાધોડિયાપોલીસ સ્થળ પર પહોંચ્યા અને પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ર ગુનો નોંધણી કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. દંપતીનું મૃત્યુ નિપજતા મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે. જે સ્થળ પર અકસ્માત થયો હતો તે રોડ પર ટ્રાફિકની લાંબી લાઈનો લાગી હતી.