દેવપરા નજીકથી લોડેડ દેશી પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો
શહેરમાં ગેરકાયદેસર હથિયારની પ્રવૃતિ અટકાવવાના પોલીસ કમિશનરના અભિયાનના આદેશથી એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે દેવપરા નજીકથી નામચીન ઇસમને લોડેડ દેશી પિસ્તોલ સાથે દબોચી લઇ આકરી પૂછપરછ કરતાં તેને કેટલાંક ઇસમો સાથે ડખ્ખો ચાલતો હોય છ મહિના પૂર્વે શાપર-વેરાવળમાં પરપ્રાંતીય પાસેથી લીધાનું રટણ કરતાં પોલીસે વિશેષ તપાસ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઠારિયા રસ્તા પર હરિધવા રસ્તા પર રહેતો નામચીન અભિષેક ઉર્ફે જોન્ટી રમણીક ખરેચા નામનો ઈસમ દેવપરા નજીક વિવેકાનંદનગર દેશી હથિયાર સાથે આવ્યો હોવાની આર.કે.જાડેજા, મોહિતસિંહ, ચેતનસિંહને મળેલ ચોક્ક્સ બાતમીના આધારે પીએસઆઈ સિસોડિયા, એચ.એમ.રાણા, ધમભા, મનીષગીરી, વક્રપાલસિંહ, નરેન્દ્ર ગઢવી, સહિતની ટીમે દોડી જઈ નામચીન જોન્ટી ઉર્ફે અભિષેકની અટક કરી તપાસ લેતા તેની પાસેથી દેશી બનાવટની દેશી લોડેડ પિસ્તોલ મળી આવતા તેની અટક કરી દેશી હથિયાર કાર્તિસ મળી કુલ 10,100ની મતા સાથે કરી વધુ પૂછપરછ કરી હતી.