ધ્રાગધ્રાના વાધગઢ ગામે સોનાના દાગીના અને રોકડ રકમની તસ્કરી

ધ્રાગધ્રા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ઇસમોએ આડો આંક વાળી દીધો હોય તેમ કહી શકાય વારંવાર ધરફોડ તસ્કરીને અંજામ આપતા ઈસમ ગેંગના સભ્યોની હવે પોલીસ પણ એટલી ગળે આવી ગઈ છે કે હજુ એક ધરફોડ તસ્કરીનો ભેદ ઉકેલી નથી શકાયો ત્યાતો બીજી તસ્કરીને પણ અંજામ આપી દેવાય છે ખરેખર જોવા જઈએ તો સ્થાનિક પોલીસ પણ આ ઈસમ ગેંગને ઝડપવા માત્ર હવામાં ફાફામારતી હોય તેવું લાગી રહ્યું છે. ધ્રાગધ્રા પંથકમાં વધતાં જતાં તસ્કરીની ધટનાને લીધે લોકો દ્રારા સધન પેટ્રોલીંગની માંગ કરાઇ છતાં પણ હજુ ઘરફોડ તસ્કરીને બ્રેક લાગી નથી તેવામાં ધ્રાગધ્રા તાલુકાનાં વાધગઢ ગામે રહેતા હિમ્મતભાઈ રણછોડભાઈ ગઢીયાના રહેણાંક ઘરમાં ગત દિવસ દરમિયાન સમા સાંજના સમયે કોઈ અજાણ્યા ઇસમો ઘરમાં પ્રવેશ કરી ઘરમાં ખાનગી રીતે મુકેલા સોનાના દાગીના તથા રોકડ સાથે મોબાઈલ પણ ઉઠાવી ગયા હતા. જેની જાણ બાદમાં ઘર માલિકને થતાં તુરંત ધરમાલિક દ્રારા તાલુકા પોલીસનો સંપર્ક કરી પોતાના રહેણાંક મકાનેથી પાંચ તોલા સોનાના ધરેણ, 85,000 રોકડા તથા એક નોકીયા કંપનીનો મોબાઇલની તસ્કરી થઈ હોવાનું જણાવ્યુ હતું ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્રારા તસ્કરી થયેલ મકાનમાલિકની ફરિયાદ લઈ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરિયાદ હાથ ધરી ઇસમને ઝડપી પાડવાની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *