સામખિયારી પાસે કાર હડફેટે રાહદારીનું મૃત્યુ
ભચાઉ તાલુકાનાં સામખિયારી પાસે કાર હડફેટે રાહદારી યુવાન જગદીશ ભીમજી કોલીનું તત્કાળ મૃત્યુ નીપજયું હતું. પોલીસના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ માર્ગ અકસ્માતની આ ઘટના સાંજના અરસામાં સામખિયારી મોરબી હાઇવે ઉપર બની હતી. જીજે 03 કેએચ 9532 નંબરની કારના શખ્સ ચાલકે રીંગલ હોટેલ નજીક રાહદારીને હડફેટે લીધો હતો. ગંભીર ઇજાઓથી યુવાનનું બનાવસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માત સર્જાયા બાદ કાર મૂકી ચાલક ભાગી ગયો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.