જૂના કટારિયામાં યુવાન પર 3 ઇસમોનો ધારિયાથી હુમલો
ભચાઉ તાલુકાનાં જૂના કટારિયા ગામે હાઇવે પર બાઇક ન ચલાવાનો ઠપકો આપતાં 3 ઇસમોએ યુવાનને ધારિયા વડે માર મારી ગંભીર ઇજાઓ કરી હતી. લાકડિયા પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે તાલુકાનાં જૂના કટારિયા ગામે આ ઘટના બની હતી. ગામમાં રહેતા રજાક જનમામદ રાઉમા(.ઉવ.31) અને ઈસમ સગા સંબંધી હોઈ મામદના પુત્રને હાઇવે રસ્તા પર બાઇક લઈને નહીં જવાનું કહી, પાછા ઘરે જવા ઠપકો આપ્યો હતો. જેથી પુત્રે તેના પિતા મામદને વાત કરતાં મામદ તથા ભીખા ભુરા અને નજીક જાનમામદ જેઓ ત્રણેયે રાજકને કારમાંથી નીચે ઉતારી ધોકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ધારિયા વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજાઓ કરી હતી. જે બાબતે લાકડિયા પોલીસે ત્રણેય શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.