પોરબંદરમાં પતંગ ઉડાડવા મુદે યુવાન પર છરીથી હુમલો
પોરબંદરના જુની દીવાદાંડી પાછળ સલાટવાડામાં નાયકનાં ચોકમાં રહતા અનિકેત સતિષભાઇ ડાભી નામના યુવાને એવિ પોલ્સ ફરિયાદ લખાવી છે કે, તે અને તેના મિત્ર ને પરિવારના સભ્યો પતંગ ઉડાડતા હતા તે અગાશીમાં સુનીલ હીરાભાઈ નામના યુવાને અગાસીમાં લાદીનો ધા મારતા આ લાદી અનિકેતના ફાઈની દીકરી પુનીબેનને લાગી હતી. આથી અનિકેત અને તેના સાથી મિત્રોએ ધા કરવાની ના પાડી હતી. પરંતુ ઉશ્કેરાઈ ગયેલા સુનીલ અને અન્યોએ બીજી ચાર પાંચ લાદી ઉપાડીને તેનો ધા કર્યો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. તેઓને સમજાવવા માટે નીચે ચોકમાં ગયા ત્યારે સુનીલ હીરા ઉપરાંત જીગો, ટીકું, હિરેન અને બીજા અજાણ્યા ચાર યુવાનો ગેરકાયદેસર મંડળી રચી, છરી ડોકા જેવા હથિયારો ધારણ કરી આવી પહોચ્યા હતા તથા અનિકેતના માથામાં ઇજા પહોચી હતી. વિપુલ બાબુભાઈને હિરેન ઉર્ફે દુડોએ છરી વડે ગંભીર જીવલેણ ઇજા પહોચાડી ખુનની કોશીષ કરી હતી. એ દરમિયાન અનિકેત અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે પડ્યા હતા જેમાં તેના માતા જશ્મીનાબેન વિપુલને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે તેમણે ઉપરાંત જયેન્દ્ર અને જતીન પણ વચ્ચે પડતાં તેઓને પણ માર મારવા લાગ્યા હતા. ઇજાગ્રસ્ત વિપુલ, જયેન્દ્ર, જતીન તથા જશ્મીબેનને સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવ્યા હતા અને ફરિયાદ લખાવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.