પીપરાળા ચેક પોસ્ટથી આર.આર.સેલએ 17.70 લાખનો શરાબ ભરેલ ટ્રક પકડી પાડ્યો
પીપરાળા ચેક પોસ્ટ ઉપરથી આર.આર.સેલએ વોચ ગોઠવીને નાકાબંધી કરાવીએ ટ્રક કન્ટેનરમાંથી રૂ.17.70 લાખની કિંમતના શરાબ સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો. ભુજ ઇન્સ્પેકટર ઓફ જનરલના આર.આર.સેલએ પીપરાળા ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી નાકાબંધી કરાવીને મળેલી બાતમીના પ્રમાણે કન્ટેનર-ટ્રક નંબર એ.આર. 55 વી. 1999ને રોકીને અંદરથી ચિકંદનની આડમાં લઈ જવતો રૂ.17,70,000 ની કિંમતનો 3540 બોટલ ઇંગ્લીશ શરાબ સાથે જાટ ચોધરી કાળાસીંગ રાજેન્દ્રસિંગને ઝડપી પાડ્યો હતો. શરાબ રાધનપુર તરફથી આવતો હતો. આર.આર.સેલએ શરાબની સાથે ચિકંદનની મોટી 400 બેગ, ગાડી, મોબાઈલ, સહિત કુલ રૂ.27,74,500નો મુદામાલ જપ્ત કરીને સાંતલપુર પોલીસને સોંપી દીધો હતો.