અંતરજાળ ગામે જુગાર રમતા 3 ઈસમોની અટક
ગાંધીધામમાં બપોરના અરસામાં પોલીસે બાતમીના આધારે તાલુકાનાં અંતરજાળ ગામના બસ સ્ટેશન નજીક દરોડો પાડ્યો હતો. દરમિયાન શખ્સ વિરભન આભા કાનગડ, બાબુ રામજી લવાડિયા અને સામજી ખીમજી જરૂ, રહે ત્રણેય અંતરજાળવાળા જાહેરમાં પીપડીના ઝાડ નજીક ગંજીપાના વડે જુગાર રમતા હોય તેઓની અટક કરી, 3 મોબાઈલ ફોન, રોકડ વગેરે મળી રૂ.13,550નોમુદામાલ જપ્ત કર્યો હતો અને તમામ સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.