ગુંદરી ચેકપોસ્ટ પરથી સીલબંધ કન્ટેનરમાંથી 47 લાખનો શરાબ પકડાયો
ગુંદરી ચેકપોસ્ટ પરથી બાતમી આધારે પરપ્રાંતમાંથી ગુજરાતમાં ઠાલવવામાં આવનાર શરાબનો મોટો જથ્થો પકડાતાં અનેક શંકા કુશંકા સાથે તર્ક-વિતર્ક સર્જાયા છે. બંધ કન્ટેનરમાંથી 47 લાખનો શરાબ પકડી વાહન ચાલક સામે તપાસ હાથ ધરી છે. પાંથાવાડા પોલીસને મળેલ બાતમીના આધારે પાંથાવાડા પીએસઆઈ સહિત પોલીસ ટિમના જવાનો સાથે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપર કન્ટેનર વોચમાં નાકાબંધીમાં હતા જેને લઈને રાજસ્થાન રાજ્યમાંથી આવતા વાહનો ચેકિંગ કરતાં તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકવી સાઇડમાં કરાવતા તેના ચાલક મન પ્રિતસિંગ ચમકુંવરસિંગ જાટ શીખ રહે ગલી નં 1 હંસનગર ભટિંડા વાળાને પકડી કન્ટેનરમાં શીલબંધ હોઈ જે તોડી અંદર જોતાં પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી શરાબ પેટી નંગ-839 કુલ બોટલ નંગ-12, 480 કિંમત રૂ.35,44,800નો તથા કન્ટેનર ગાડી કિંમત રૂ.12,00,000 તથા મોબાઈલ નંગ-1 કિંમત રૂ.3,000 એમ મળી કુલ કિંમત રૂ.47,47,800નો મુદામાલ મળી આવતા ચાલક વિરુદ્ર કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી હતી.