તેનીવાડા હાઇવે ઉપર કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત : એક શખ્સને ઇજા

વડગામ તાલુકાનાં છાપી પાસે આવેલા તેનીવાડા હાઇવે ઉપર બપોરના અરસામાં કાર અને પિકઅપવાન વચ્ચે અકસ્માત થતાં કર્મા સવાર એક શખ્સને સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માત સર્જી વાનનો ચાલક ભાગી ગયો હતો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પાલનપુર-સિધ્ધપુર હાઇવે ઉપર તેનીવાડા પાસે  પાલનપુર થી સિધ્ધપુર તરફ જતાં પિકઅપ વાનના ચાલકે અચાનક હાઈવે ઉપર બ્રેક મારતા પાછળ આવતી કાર અથડાઇ હતી. જેથી કારમાં સવાર અહમદભાઈ ગુલામ રસુલ માળવીયા રહે રસુલપુરા તાલુકો સિધ્ધપુરને હાથે તેમજ પાસળીના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જીકે પિકઅપ વાહન પલટી ખાઈ ગઈ હતી અને કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. બનાવ બાદ વાનનો ચાલક  વાન મૂકી ભાગી ગયો હતો. બનાવને લઈ ટ્રાફિક જામ થયો હતો દરમિયાન છાપી પોલીસ બનાવસ્થળે પહોચી ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *