ઉપલેટાના નાગવદર ગામેથી રૂ. 3.88 લાખોનો વિદેશી શરાબ પકડાયો

ઉપલેટાના નાગવદર ગામેથી પોલીસે દરોડો પાડી 3.88 લાખનો શરાબનો જથ્થો પકડી પાડ્યો છે. આ દરોડામાં એક ઈસમ પકડાયો છે. જયરે એકને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે વિગત પ્રમાણે પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુરની સુચનાથી પંથકમાં શરાબ અને જુગારની બદીને નાબૂદ કરવાના પગલે ઉપલેટાના પીઆઇ એચ.જી પલ્લાચર્ચાના સ્ટાફે દરોડા પાડ્યા હતા. પીઆઇ. વી બી.વસાવા, અને હેડ કોન્સ્ટેબલ નિલેશ ચાવડા, પો.કો. દિનેશ ગોંડલીયા, વિશાલ હુણને મળેલી બાતમીને આધારે નાગવદર ગામે નદી કાંઠા વિસ્તારમાં નાગવદરના જગદીશ મેરામણ પંપાણિયા  અને રાજેન્દ્રસિંહ અનોપસિંહ વાળા ગામ ગધેથડ આ બંને ઇસમો અંગ્રેજી શરાબનું વેચાણ કરતાં હોય તે સ્થળે દરોડો પાડી પોલીસે બોટલ નંગ 1295 કિંમત રૂ.3,88,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં પો.બી.વસાવા એએસઆઈ દેવાયત કલોતરા, મૂળજીભાઈ ખીમસુરીયા હમીરભાઈ લુણસીયા, પો.હેડ.કોન્સ નિલેશભાઇ ચાવડા, શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ દિનેશભાઈ ગોંડલીયા, વિજયભાઈ સરિયા વિશાળભાઈ હુણ, હરેશભાઈ બારીયા, વનરાજભાઈ રગીયા નિશાંતભાઈ પરમાર, કૌશિકભાઈ ચચાપરા જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *