કુરબઈના સ્કૂટરના ચાલકે ટ્રક હડફેટે એકનું મૃત્યુ
ભુજ તાલુકામાં દેશલપર ગામ પાસે ટ્રકની હડફેટે આવી જવાથી તાલુકાના કુરબઈ ગામના કરમશી મેધજી મહેશ્વરી(ઉ.વ.72)નો મૃત્યુ નીપજયું હતું. દેશલપર ગામની ભાગોળે પોલીસ સ્ટેશન પાસે બપોરના અરસામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સ્કૂટરથી કુરબઈ જવા નીકળેલા કરમશીભાઈ મહેશ્વરી સામેથી આવી રહેલી ટ્રકની હડફેટે આવી ગયા હતા. ગંભીર ઇજાઓ પામેલા સ્કૂટરના આ ચાલકને સારવાર મળે તે પહેલાં જ તેમનો જીવનદીપ બુઝાયો હતો. માનકુવા પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરવા સહિતની આગળની તપાસ હાથ ધરી હોવાની વિગતો પોલીસે આપી હતી.