ભુજમાં છરીથી હુમલો થતાં છકડા ચાલક યુવક ઇજાગ્રસ્ત
ભુજમાં ભીડનાકા બહાર સુરલભીટ્ટ તરફ જતાં રસ્તા ઉપર હનુમાન મંદિર નજીક સાંજના અરસામાં છરી વડે થયેલા હુમલામાં વ્યવસાયે છકડાના ચાલક કાસમ જુસબ ચાકીને ઇજા પહોંચતા તેને જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અબ્બાસ ફકિરમામદ સમાએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ સમક્ષ નોંધાવાયું છે.