અંજારના ખત્રી ચોક વિસ્તારમાં દુકાનમાં ચાર શખ્સો દ્રારા તોડફોડ કરી મારામારી
અંજારના ખત્રી ચોક વિસ્તારમાં દુકાનમાં તોડફોડ કરીને મારામારીનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો હતો. આ બનાવમાં ચાર શકસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે રાત્રી દરમિયાન સુમાર સિધિક રોહા(ઉ.વ.55) સાથે સામાવાળા શખ્સો અપશબ્દો બોલતા હોય તેઓને ના પાડતા ગુસ્સે થઈને ધોકા વડે મારમાર્યો હતો તેમજ દુકાનમાં રાખેલ ઇંડાઓની તોડફોડ કરીને નુકશાની કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ફૈઝલ અબ્બાસ શેખ, અનવર ઇમામશા શેખ, જાફરશા ઈસ્માઈલ શેખ, સમીર રફીક ખલીફા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.