અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપરથી વિદેશી શરાબનો જથ્થો પકડી પાડતી ભરૂચ એલસીબી

ભરૂચ જીલ્લા પોલીસ વડાની સુચનાથી ભરૂચ એલસીબી ટીમ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે બાતમીવાળી ટ્રકને અટકાવી તપાસતા તેમાંથી કુલ ૧૭,૬૫,૮૦૦ રૂપિયાનો વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે કુલ ૨૮,૨૪,૬૧૦.-રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે બે શખ્સને પકડી  તેમના વિરૂધ આગળની તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત પોલીસ વિગતો પ્રમાણે ભરૂચ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ પી.એન.પટેલ તથા ટીમ શરાબ હેરફેર અટકાવવા સારૂ ને.હા.નં-૪૮ ઉપર પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન એલ.સી.બીની ટીમ અંક્લેશ્વર નર્મદા કેબલ બ્રીજના ટોલટેક્ષ પ્લાઝા ઉપર વોચમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મુજબની ટ્રક નંબર આરજે -19-જીએ-2050 સુરત તરફથી આવી ભરૂચ તરફ જતા ટોલનાકાના ટ્રેકમાં આવી હતી.પોલીસ ટીમે તેને રોકી લઇ પુછતાછ કરતા ટ્રક ડ્રાઇવર ધનારામ 5/0 રામચંદ્રજીહરીરામ બિશ્નનોઇ રહે.પુનાસા, બિશ્નનોઇઓ કી ઢાણી તા-ભીનમાલ જી-ઝાલોર ,રાજસ્થાન તથા કલીનર ગંગાવિષ્ણુ 5/0 લક્ષ્‍મણરામ હરીરામ બિશ્નનોઇ રહે- ગડરા મેઘાણીયો કા તલા, તા-ધોરીમન્ના જી.બાડમેર,રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેમને ઝડપી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં જુદી-જુદી બનાવટની વિદેશી શરાબની પેટીઓ નંગ-૫૨૨ અને તેમાં ભરેલ કુલ બોટલ નંગ-૮૪૬૦ જેની કુલ કીં.રૂ.૧૭,૬૫,૮૦૦થાય તે મળી આવતા એલસીબીએ ઇંગ્લીશ શરાબની બોટલો તથા ટ્રક તેમજ શખ્સોની અંગઝડતીમાંથી બે મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી. રૂપિયા ૨૮,૨૪,૬૧૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર તપાસ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ઝડપાયેલ શખ્સોની પુછપરછ કરતાં તેઓ ગોવા ખાતે થી ટ્રકમાં શરાબનો જથ્થો ભરી રાજકોટ ખાતે મુદ્દામાલ લઇને જતા હોવાની હકીકત બહાર આવી હતી. જે અંગે પોલીસે વધુ  કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *