દ્વારકા: ધુમલી ગામે મંદિરના પૂજારી ની હત્યા : રોકડ રકમ અને દાનપેટી ની ચોરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલ ઘુમલી ગામે આશાપુરા માતાજીના મંદિરના પૂજારીની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તાર ભયભીત બન્યો છે.ગત રાત્રના અરસામાં બનેલી આ ધટનામાં આશાપુરા મંદિરના પૂજારીની હત્યા કરી દેવામાં આવી છે અને મંદિરમાં મૂકેલી દાનપેટી તેમજ ચાંદીના છત્ર સહિત કેટલીક રોકડ રકમ લઈ ઇસમો ભાગી ગયા હતા, પ્રથમ નજરે આ બનાવને જોતાં લૂટના ઇરાદે હત્યા કરી હોવાનું જ્ણાઈ રહ્યું છે,મંદિરના પૂજારીની હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી છે ત્યારે આ મંદિર ડુંગરની ટેકરી પર આવેલ હોઈ જેથી શખ્સને ઝડપવા પોલીસને મોટો પડકાર આવ્યો છે,હાલ પોલીસે બનાવસ્થળે પહોંચીને સમગ્ર બનાવની કાર્યવાહી હાથ ધરી છે.