પૂર્વ કચ્છની બાઇક અને મોબાઈલ તસ્કરીમાં 4ની ધરપકડ કરતી પોલીસ
ગાંધીધામ પૂર્વ કચ્છમાં થયેલી બાઇક તસ્કરી અને મોબાઈલ તસ્કરીના પ્રકરણમાં એલ.સી.બી.એ ચાર શખ્સોની ધરપકડ કરી મુદામાલ જપ્ત કર્યો હતો. અંજાર પોલીસ સ્ટેશને નોંધાયેલા બાઇક તસ્કરીના ગુનામાં પોલીસે કનૈયાબેના મામદ હનીફ આમદશા શેખ તથા મેધપર(બોરીચી)ના ગલામશા-ઉર્ફે ડાડો જાનમામદ શેખની અટક કરી બંનેને અંજાર પોલીસને હવાલે કર્યા હતા. તેમજ ભચાઉ પોલીસ સ્ટેશને નોંધાયેલા મોબાઇક તસ્કરીના પ્રકરણમાં દિનારાના અયુબ મલુક સમા અને હુસેન ઉમર સમાની ધરપકડ કરી બે મોબાઈલ તથા ઘટનામાં વપરાયેલી બાઇક જપ્ત કરી ભચાઉ પોલીસને વધુ કાર્યવાહી માટે સોંપી દેવામાં આવ્યા હતા.