અંજારમાં યુવાન પર બે ઇસમોનો ધોકા વડે હુમલો
અંજારના દબડા પાસે મારામારીના બનાવ થવા પામ્યા હતા. જ્યારે લાખોદ ગામે મહિલાને મારમાર્યોના બનાવ પ્રકાશમાં આવવા પામતા,મુદો પોલીસ દ્રારે પહોચ્યો છે.માધાપર નવાવાસમાં રહેતા વિજયભાઈ નરશીભાઈ સોરઠીયા(ઉ.વ.28) અંજારમાં દબડા પાસે માવા લેવા ગયો હતો, ત્યારે ડોસા ગઢવી અને તેની સાથેના બે ઇસમોએ આવીને ધોકો મારીને ઇજાઓ કરી હતી. માર મારવા પાછળના કારણો જાણવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ લાખોદના ભગીબેન ભચાભાઈ કોલી(ઉ.વ.30)ને ચતુર ભારતીએ કાંટાની વાડ મુદે બોલાચાલી કરીને ધોકા વડે હુમલો કરીને ઇજાઓ કરી હતી. આ ઘટના ગત સાંજના અરસામાં બનવા પામી હતી. ઇજાગ્રસ્તને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભોગ બનનારની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.