ભુજમાં છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં બે શખ્સ ધવાયા
ભુજ શહેરની ભાગોળે આરટીઓ સર્કલ નજીક કાર અને છકડો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બે શખ્સને ઇજાઓ થઈ હતી. ઉંમર સાલે સમા(ઉ.વ.30, રહે. રામનગરી,ભુજ) અને જાનમામદ વલી સુમરા(ઉ.વ.20, રહે. માધાપર જુનાવાસ) છકડો રિક્ષામાં બેસીને આવી રહ્યા હતા, તે દરમિયાન આરટીઓ સર્કલથી આર્મીના ગેટ વચ્ચે કાર સાથે અકસ્માતની ઘટના બની હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે અંતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના અંગે નોંધ કરી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.