ગાંધીનગરના બુટલેગરે મંગાવેલા 13.51 લાખનો વિદેશી દારૂ શામળાજી પોલીસે પકડ્યો

ગુજરાતમાં દારૂબંધી છતાં બુટલેગર્સ દારૂબંધીના લીરે લીરા ઉડાડી વિદેશી દારૂ ના શોખીનોને દારૂ પૂરો પાડી કરોડો રૂપિયા પડાવી રહ્યા છે. શામળાજી પોલીસે ગાંધીનગર ભાટ ગામના ધર્મેન્દ્ર શિવનારાયણ ગુપ્તા નામના બુટલેગરે ટ્રકમાં મંગાવેલ રૂ.13,51,200નો વિદેશી દારૂ પકડી પાડી ટ્રક ચાલક અને ક્લિનરની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. શામળાજી પીએસઆઈ એમ.પી.ચૌહાણ અને તેમના સ્ટાફે વેણપુર ગામની સીમમાં રતનપુર આરટીઓ ચેકપોસ્ટ પાસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સધન તલાશી હાથ ધરતા રાજસ્થાન તરફથી આવતા ટ્રકની ઝડપ શંકાસ્પદ જણાતા ટ્રક નંબર જીજે 08 ડબલ્યુ 0439ને રોકીને તલાશી લેતા ટ્રકમાંથી મહારાષ્ટ્ર એચ.એસ.સી.બોર્ડની સપ્લીન્મેટરી ભરેલ કાર્ટૂન નંગ-850ની આડમાં સંતાડીને ગેરકાયદેસર વગર પાસ પરમીટની વિદેશી દારૂની બોટલ નંગ-5976 કિંમત રૂ.13,51,200નો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે માતાદિન ખુબચંદ શ્રીબાસ અને ચેનું ખુબચંદ શ્રીબાસ બંને રહે.પઠાનપુરા, ઉતરપ્રદેશની અટક કરી શખ્સોઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ-3 કિંમત રૂ.3,000 તથા તાડપત્રી કિંમત રૂ.1,000 અને ટ્રકની કિંમત રૂ.10,00,000 મળી કુલ રૂ.23,55,200નો મુદામાલ પકડી પાડી વિદેશી દારૂ ભરી આવનાર અજાણ્યા ઈસમ વિદેશી દારૂ મંગાવનાર ધર્મેન્દ્ર શિવનારાયણ ગુપ્તા વિરુદ્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અટક કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *