વાલિયા : લુણા ગામની સીમમાંથી રૂ.૩,૯૩,000નો વિદેશી દારૂ પકડી પાડતી વાલિયા પોલીસ
વાલિયા તાલુકાના લુણા તથા કોસમાડી ગામની વચ્ચે આવેલ સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો. પોલીસે બુટલેગરને ફરાર જાહેર કરી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાલિયા તાલુકાના લુણા ગામનો બુટલેગર જગદીશ ઉર્ફે જગો રવીયાભાઈ વસાવા મોટાપાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. જેવી બાતમી વાલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એસ. ગામીતને બાતમી મળી હતી. જે બાતમીને આધારે પોલીસે લુણા તથા કોસમાડી ગામની વચ્ચે આવેલ સીમમાં રેડ પાડી હતી. જ્યાંથી પોલીસે વિદેશી દારૂની વિવિધ બોટલો નંગ ૩૬૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.૩,૯૩,૬૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન બુટલેગર જગદીશ વસાવા ભાગી ગયો હતો. પોલીસે તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.