બનાસકાંઠાના કૂચવાડા નજીક ટ્રેલરે રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં સવાર ૪ યુવકના મૃત્યુ નીપજ્યા
બનાસકાંઠાના કૂચવાડા ટોલ ટેક્સ નજીક ટ્રેલરે રિક્ષાને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર 4 યુવક મૃત્યુ નિપજ્યા છે. ધાનેરા આ 108 અને સ્થાનિક પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક બનાવસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વી.ઓ-અમદાવાદના સારંગપુરમાં રહેતા ચાર શખ્સો પૂનમ ભરવા માટે પોતાના વતન પાસે આવેલ બનાસકાંઠાના વિઠોદર આગ માતાના મંદિરે અમદાવાદથી રીક્ષા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાંથાવાડા નજીક આવેલ કૂચવાડા હાઇવે પર ટ્રેલરે રિક્ષાને હડફેટે લેતા ગાખવરા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા પર ટ્રેલર ફરી વળતા રિક્ષાનો કચર ઘાણ બોલી ગયો હતો.. બનાવસ્થળે 3 શખ્સોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે એકની હાલત ગંભીર હોવાથી ધાનેરા 108 ના સ્ટાફના રજનીકાંત રાવલ અને ઇએમટી દેવુંસિંગ વાઘેલા દ્વારા ઘાયલ પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું. બાઈટ ઇએમટી દેવુસિંહ વાઘેલા 108 ધાનેરા વી.ઓ.પાંથા વાડા પોલીસના સ્ટાફ બનાવસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કયો હતો.. આ અકસ્માત અમદાવાદના સારંગપુરમાં રહેતા અને બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના મહેશજી જયંતીજી ઠાકોર, સનાભાઈ બાજુજી ઠાકોર, રાજુજી હસુજી ઠાકોરના બનાવસ્થળે મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજનાર યુવકની ઓળખવીધી થઈ નથી. પાંથાવાડા પોલીસે ગુનો નોંધી ટેલર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.