જામનગર: સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરવાના કેસમાં શખ્સને સાત વર્ષની સજા

જામનગરના એક વિસ્તારમાં રહેતાં એક પરિવારની સગીર પુત્રીને ઉઠાવી જઇ પંચમહાલ જિલ્લાના ઇસમે બળજબરી પુર્વક શારીરીક સંબંધો બાંધી તેણી પર બળાત્કાર ગુર્જાયો હતો. પાંચ વર્ષ પુર્વેના આ કેસ જામનગર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે  શખ્સને કસુરવાર ઠેરવી સાત વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે.જામનગરમાં વર્ષ 2014માં એક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રીને પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ગાંગડીયા ગામનો દિલીપ ઉર્ફે ભલીયો અર્જુનભાઇ પલાર નામના ઇસમે તેણી સાથે બોલાચાલીનો સંબંધ વિકસાવ્યો હતો. ત્યારબાદ સગીર પુત્રીને શખ્સ દિલીપે ઝેરી દવા પી જઇ પોલીસમાં પુરાવી દેવાની ધમકી આપી બદનામ કરવાની ધમકી આપી તેનું અપહરણ કરી તેણીને પોતાના મામાના ઘરે લઇ ગયો હતો. જ્યાં ઈસમએ દશેક વખત પરાણે શારીરીક સંબંધ બાંધ્યા હતાં. જે-તે સમયે આ ઘટના અંગે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કાર સંબંધે ફરિયાદ લખાવાઇ હતી.જેના આધારે પોલીસે ઈસમની અટક કરી જેલ હવાલે કરી સમય અવધી મુજબ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ જામનગરની સ્પેશ્યલ પોકસો અદાલત સમક્ષ ચાલી જતાં સરકાર પક્ષના વકીલે કુલ 25 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતાં. તેમજ 14 સાહેદો તપાસવામાં આવ્યા હતાં. કોર્ટમાં સરકારી વકીલ દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને રજુ કરવામાં આવ્યા હતાં. જેના અનુસંધાને કોર્ટે સખ્સ દિલીપને દોષી ઠરાવી જુદી -જુદી કલમો અંતર્ગત સાત વર્ષની સજા અને 5,000 દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *