બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 1 નું મૃત્યુ , 21 ઇજાગ્રસ્ત
લખપત તાલુકાનાં દયાપાર અને બિટિયારી પાસે ગત રાત્રના અરસામાં જીપ અને કાર વચ્ચે અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગત સાંજના અરસામાં એ જ પંથકમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ધડુલીથી દૂર દયાપાર તરફના રસ્તા પર બાઇક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકચાલકનું બનાવસ્થળે મૃત્યુ નીપજયું હતું, જ્યારે બાઇક પર સવાર એક યુવતી સહિત 21 વ્યક્તિને ઇજા થઈ હતી. ઘટનાના પગલે રસ્તા પ્રવાસીઓની ચિચિયારીથી ગુંજી ઉઠયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે દયાપાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ આવવામાં આવ્યા હતા ધડુલી અને દયાપર વચ્ચે વિરાણી પાસે બસ અને બાઇક વચ્ચે પ્રાણધાતક અકસ્માત સર્જાયો હતો. લોરિયાથી વર્માનાગર પ્રવાસીઓને ભરીને જય રહેલા બસ નંબર જીજે 05 ઝેડ 0543એ બાઇક નંબર જીજે 12 સીએન 2216ને હડફેટે લઈ ઉંધી વળી ગઈ હતી. બાઇક ચાલક કુલારાના 50 વર્ષીય આમદ નાથા લુહારનું બનાવસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. જ્યારે તેમની હનીફાભાઈ લુહાર(ઉ.વ.40)ને ગંભીર ઇજાઓ થઈ હતી. બસમાં સવાર 20 પ્રવાસીઓ ધવાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 તથા અન્ય વાહનોથી દયાપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બસના ચાલકે બાઇકને હડફેટે લીધા બાદ બસ પલ્ટી મારી ગઈ હતી. ઘટનામાં રસ્તા પ્રવાસીઓની ચિચિયારીથી ગુંજી ઉઠયો હતો,તો બીજી તરફ બસ ચાલકની બેદરકારી પણ છતી થઈ હતી, અને બસમાંથી દેશી દારૂની એક પોટલી પણ મળી આવી હતી. જે પણ અકસ્માત અંગેના કારણમાં અનેક શંકા દર્શાવી છે. ખાનગી બસના ચાલકો પ્રવાસીઓના જીવનની ફરવા કર્યા વિના બેફામ રીતે દોડાવાતાં હોય છે, ઘટના અંગે દયાપર પોલીસે નોંધના આધારે તપાસ શરૂ કરી હતી.