કરજણની ગણેશધામ સોસાયટીમાં ઇસમોનો તરખાટ, ત્રણ ઘરમાં તસ્કરી

કરજણ નગરની એક સોસાયટીમાં ગત રાત્રના અરસામાં ત્રાટકેલા ઇસમો ત્રણ ઘરમાંથી હજારો રૂપિયાની મતા લઈ ગયા હતા. કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલી ગણેશ ધામ સોસાયટીમાં હર્ષદભાઈ મૂળજીભાઈ મહેરીયા તેમજ રમેશભાઇ પરમાર અને અલ્પેશભાઈના ઘરને ઇસમોએ નિશાન બનાવ્યું હતુ.ઇસમો ઘરની તિજોરીમાંથી ચાંદીની મૂર્તિ સોનાની બુટ્ટી તેમજ રોકડ રકમ મળી પોણો લાખ ઉપરાંતની મતા લઈ ગયા હતા. સવારના અરસામાં સોસાયટીમાં ત્રણ સ્થળે તસ્કરી થઇ હોવાની જાણ થતાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી ઇસમોની બાળ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *