આદિપુર, માખેલમાં દારૂ સાથે 3 પકડાયા
પૂર્વ કચ્છમાં આદિપુર તેમજ રાપર તાલુકાનાં માખેલ ટોલ નાકા નજીક પોલીસે 43,000ના દારૂ સાથે 3 ઈસમોની અટક કરી લીધી હતી. આડેસાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત સવારના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી, તેવામાં બાતમીના આધારે માખેલ ટોલ નાકા અજીક વોચ ગોઠવી હતી, જેમાં કાર નંબર એમએચ 04 બીએચ 3151 પસાર થતાં તેને રોકી તલાસી કરવામાં આવી હતી. દરમિયાન કારમાંથી દારૂની 128 બોટલ, કિંમત રૂ.38,400ની મળી આવી હતી. જેથી પોલીસે કારમાં સવાર કરણસિંહ મનુભા જાડેજા તથા રવિરાજસિંહ દાદુભા જાડેજા, રહે બંને નાંદાની અટક કરી લીધી હતી અને તેઓ પાસેથી કાર, મોબાઈલ મળી રૂ.89,400નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. દારૂની અન્ય એક બનાવમાં આદિપુર પોલીસે સોનલનાગર રેલવે નાળા નજીક વોચ ગોઠવી હતી. ત્યારબાદ મોપેડમાં સવાર મુકેશ લક્ષ્મીભાઈ વાધવાણી, રહે, આદિપુરવાળા પાસેથી રૂ.5,250ની દારૂની 12 બોટલ જપ્ત કરી લીધી હતી. જેમાં તેની પૂછતાછમાં દારૂ અનિલ આસનદાસ ચંદનાણી, રહે. આદિપુરે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે બંને ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.