આદિપુર,અંજારમાં આંકડા લખતા બે ઇસમો પકડાયા
આદિપુર બસ સ્ટેશન બહાર તેમજ અંજારના કસ્ટમ ચોક નજીક પોલીસે દરોડો પાડીને આંકડાનો જુગાર રમાડતા બે ઈસમોની અટક કરી લીધી હતી. આદિપુર પોલીસે બાતમીના આધારે શહેરના બસ સ્ટેશન બહાર દરોડો પાડ્યો હતો. જેમાં ઈસમ મોહન ગોવિંદ રાઠોડ(વાળંદ) રહે.અંતરજાળવાળો જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો હોઈ તેની અટક કરી લેવામાં આવી હતી અને ઈસમ પાસેથી રોકડ, મોબાઈલ, આંકડા લખવાનું સાહિત્ય વગેરે મળી રૂ.4,080નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. અન્ય એક બનાવમાં અંજાર પોલીસે કસ્ટમ ચોક નજીક દરોડો પાડ્યો હતો. ત્યારબાદ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ભરત પ્રેમજી ઠક્કર, રહે. બોર્ડિંગ ફળિયાવાળાની અટક કરી લીધી હતી.