અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભાણમેર ગામે બુટલેગરે ઘરમાં તિજોરી, કબાટ અને રસોડામાં બનાવેલ ભોંયરામાં સંતાડી રાખેલો શરાબ ઝડપાયો
ભિલોડા: ગુજરાતમાં દારૂબંધી કડક કાયદા છતાં જુદાજુદા પ્રકારણે ગુજરાતમાં શરાબ ઘુસાડવામાં તથા સંતાડવામાં આવે છે. જેમા અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભાણમેર ગામે બુટલેગરે ઘરમાં તિજોરી, કબાટ અને રસોડામાં બનાવેલ ભોંયરામાં સંતાડી રાખેલો શરાબ ભિલોડા પી.એસ.આઈ એમ.આર.સંગોડા અને તેમના સ્ટાફે રૂ.૩,૯૩,૫૫૦તથા શરાબના વેચાણના રોકડા રૂ.૭૭,૮૦૦ સહીત રૂ.૪,૭૧,૩૫૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જ્યારે બાયડ પોલીસે ઈકો કારમાંથી દેશી શરાબની ૧૫૦ થેલી કિં.રૂ.૩૦૦૦ દેશી શરાબ કબ્જે કરી ધનસુરાના બે બુટલેગરોને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.ભિલોડાના ભાણમેર ગામે દિલીપ ઉર્ફે દાદુ સકરા ભાઈ ડામોરે તેના રહેણાંક મકાનમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડેલ હોવાની બાતમીના આધારે ભિલોડા પોલીસે દરોડો પાડી ધરનો બંધ દરવાજાનું તાળું તોડી તિજોરી, કબાટ અને રસોડામાં બનાવેલ ભોંયરામાં સંતાડેલ વિદેશી શરાબ, બિયરના ટીન નંગ-૧૩૦૮ કિં.રૂ.૩૯૩૫૫૦ તથા વિદેશી શરાબના વેચાણના રાખેલ રૂ.૭૭૮૦૦ મળી કુલ રૂ.૪૭૧૩૫૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ દિલીપ ઉર્ફે દાદુ સકરા ભાઈ ડામોર વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી