બાયડ ગામમાં ઇકાઓ કારમાંથી રૂ.3,03,000નો દેશી દારૂનો જથ્થો ઝડપાયો
બાયડ પી.એસ.આઈ કે.ડી.બ્રહ્મભટ્ટની માહિતી હેઠળ તેમના સ્ટાફે દેશી દારૂ ભરી પસાર થતી ઈકો કાર નંબર જીજે 01 આરએક્સ 7408ના પાછળના ભાગે થેલીમાં દેશી દારૂની પ્લાસ્ટિકની થેલીઓ કુલ નંગ-૧૫૦ લીટર ૧૫૦ કિંમત રૂ.૩૦૦૦નો જથ્થો પકડી પાડી ઇકો કારની કિંમત રૂ.૩૦૦૦૦૦મળી કુલ રૂ.૩,૦૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ભરતભાઈ કાંતિભાઈ ખાંટ (રહે,જોગણી કંપા, ધનસુરા), અર્જુન નટવરભાઈ ખાંટ (રહે. જવાહર ચોક,ધનસુરા) ને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.