ડભોઇ પાસે કનાયડા ગામ નજીક પીકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો 2 લોકોના બનાવ સ્થળે જ મૃત્યુ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા ગામ નજીક પીકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે યુવાનોના બનાવ સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં ડભોઇ પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પીકઅપ વાન પણ પલટી ખાઇ ગઇ હતી. બનાવની જાણ થતા ડભોઇ પોલીસ પણ બનાવ સ્થળે દોડી ગઇ હતી. અને આ બાબતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.