કૂચાવાડા ટોલ ટેક્સ નજીક ટ્રેલરે રિક્ષાને અડફેટે લેતાં ૪શખ્સોનાં મૃત્યુ
ડીસા તાલુકાના કૂચવાડા ટોલ ટેક્સ નજીક ટ્રેલરે રિક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર ૪ શખ્સોના મૃત્યુ નિપજ્યા છે. ધાનેરા આ ૧૦૮ અને સ્થાનિક પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અમદાવાદના સારંગપુરમાં રહેતા ચાર શખ્સો પૂનમ ભરવા માટે પોતાના વતન પાસે આવેલ બનાસકાંઠાના ડીસા તાલુકાના વિઠોદર આગ માતાના મંદિરે અમદાવાદથી રીક્ષા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાંથાવાડા નજીક આવેલ કૂચવાડા હાઇવે પર ટ્રેલરે રિક્ષાને અડફેટે લેતા ગાખવરા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા પર ટ્રેલર ફરી વળતા રિક્ષાનો કચર ઘાણ બોલી ગયો હતો. બનાવ સ્થળે ૩ શખ્સોના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી ધાનેરા ૧૦૮ના સ્ટાફના રજનીકાંત રાવલ અને ઇએમટી દેવુંસિંગ વાઘેલા દ્વારા ઘાયલ પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન શખ્સોનું મૃત્યુ નીપજ્યું હતું.પાંથા વાડા પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કયો હતો. આ અકસ્માત અમદાવાદના સારંગપુરમાં રહેતા અને બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના મહેશજી જયંતીજી ઠાકોર, સનાભાઈ બાજુજી ઠાકોર, રાજુજી હસુજી ઠાકોરના બનાવ સ્થળે મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજનાર યુવકની ઓળખવીધી થઈ નથી. પાંથાવાડા પોલીસે ગુનો નોંધી ટેલર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.