અબડાસાના વિસ્તરણ અધિકારી પર 5 શખ્સોનો હુમલો : જૂનો કેસ પાછો ખેચવા મુદે હુમલો
અંજારના મેધપર બોરીચીના આશાપુરા પાર્કમાં રહેતા અને નલિયા ખાતે અબડાસાના વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય અશ્વિનભાઈ અમૃતલાલ વ્યાસના ઘરે સ્કોર્પીયો કર્મા ધુસી ગયેલા 5 શખ્સે લાકડી અને મુઢ માર માર્યો હોવાની ઘટના અંજાર પોલીસના ચોપડે નોધાયો છે. શખ્સોઓ સામે અગાઉ કરેલા કેસનું મનદુ:ખ રાખી તેમણે આ હુમલો કર્યો હોવાનું વ્યાસે ફરિયાદમાં લખાવ્યું હતું. ગત રાત્રના અરસામાં તે ઘરે હાજર હતા ત્યારે કાળા રંગની સ્કોર્પીયો કારમાં આવેલા ગજુભા ઉર્ફે ગજેન્દ્રસિંહ દિલુભા ઝાલા તેમજ તેની સાથેના 4 અજાણ્યા શખ્સોએ તેમની સાથે મારામારી કરી કેસ પરત ખેચી લેવા ધાકધમકી કરી હોવાનું તેમણે નોંધાવ્યું છે. પોતાના પુત્ર વિરુધ્ધ ચાલતા એક કેસ સંદર્ભે પોલીસને આપેલી અરજી ના અનુસંધાને આ ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું છે. હુમલામાં ડાબી આંખ અને શરીરે મુઢ માર થી ઇજા પહોંચી હતી. ઘટના અંગે અંજાર પોલીસે આઈપીસી વગેરે કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.