ગાંધીધામમાંથી બાઇક તસ્કરી
ગાંધીધામની મુખ્ય બજારમાંથી બાઇકની તસ્કરી થઈ હોવાની ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે વિક્રમ મયુરકુમાર મહેશ્વરી(રહે.જૂની સુંદરપુરી)એ ફરિયાદ લખાવી છે કે, પોતાનું મોટર સાયકલ નંબર જીજે 12 બીસી7466 કિંમત રૂ.25,000 જૂના પોલીસ સ્ટેશન રસ્તા પર મૂક્યું હતું. જેને કોઈ તસ્કરી ગયું છે. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ તસ્કરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.