મોટી ચિરઈમાંથી રૂ.15,000નો દારૂ પકડાયો શખ્સ ફરાર
ભચાઉ તાલુકાનાં મોટી ચિરઈમાંથી રૂ.15,000નો દારૂ પકડાયો હતો. આ બાબતે મળતી વિગતો પ્રમાણે પોલીસને મળેલી બાતમીના આધારે નવી મોટી ચિરઈ ખાતે દરોડો પાડી બાવળની ઝાડીમાંથી દારૂની બોટલ નંગ 44 કિંમત રૂ.15,400નો મુદામાલ પકડાઈ ગયો હતો. દરોડા દરમિયાન શખ્સ મયુરસિંહ કિરીટસિંહ જાડેજાવાળો નાશી છૂટયો હતો.