ભુજમાં ખેંગારબાગ નજીક શિક્ષિકાના ગળામાંથી ત્રણ તોલાની ચેનની ચીલઝડપ

ભુજ શહેરમાં ચેન સ્નેચિંગની ઘટનાનો દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે પોલીસ શખ્સોને ઝડપવામાં નિષ્ફળ રહી છે. ભુજના ખેંગાર બાગ નજીક પગપાળા જઈ રહેલી મહિલાના ગળામાંથી ત્રણ તોલાની ચેન ખેચીને શખ્સ નાસી ગયો હતો. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના ખેંગારબાગ પાસે શરદબાગની ગોલાઈ નજીક સાંજના અરસામાં ચીલઝડપની ઘટના બની હતી. પર વર્ષીય શિક્ષિકા પ્રતિમાનીલ રમેશભાઈ સોનપાર રાવલવાડી રધુવંશી નગરથી આશાપુરા મંદિર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી મોટરસાયકલથી આવેલ ચેનસ્નેચર્સે ઝડપ મારી શિક્ષિકાના ગળામાંથી ત્રણ તોલની ચેન કિંમત રૂ.75,000 ખેંચી નાસી ગયા હતા. ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મહિલા આશાપુરા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી. પોલીસે ઘટનાને પગલે શરદબાગથી સરપટ નાકા સુધીના વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, પરંતુ સમડી અંગે કોઈ સધડ મળ્યા ન હતા. પ્રતિમાબેને અજાણ્યા શખ્સો વિરુદ્ર તસ્કરી તથા ચીલઝડપ અંગેની ફરિયાદ નોંધાવતાં એ ડિવિઝન પીએસઆઈ ઉલ્વાએ કાર્યવાહી શરૂ કરી છે, એનને નોંધનીય છે કે, શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચીલઝડપની ઘટનાઓ બનવા પામી રહી છે. જેને ડામવામાં પોલીસ તદન નિષ્ફળ નીવડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *