મહિલાના હાથમાંથી 50,000 ભરેલી બેગ ખેંચી શખ્સ ફરાર
મણીનગરમાં રહેતા પ્રિતીબહેન દવે બેન્ક ઓફ બરોડા મણીનગર શાખામાંથી 50,000 ઉપાડીને નજીકમાં પાર્ક કરેલી કાર પાસે જઈ રહ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો તેમના હાથમાંથી રૂ.50,000 ભરેલી બેગ ઝૂટવીને ફરાર થઈ ગયા હતા. આ બાબતે તેમણે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.