રખિયાલમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરીને ભાગી રહેલો શખ્સ પકડાયો
રખિયાલમાં બે વર્ષની બાળકીને ઉપાડીને ભગવાનો પ્રયાસ કરી રહેલા શખ્સને લોકોએ પકડી લીધો હતો. ઢોરમાર મારીને લોકોએ તેને રખિયાલ પોલીસને સોંપી દીધો હતો. આ ઘટનાની વિગત પ્રમાણે રખિયાલમાં કાસમ છીપાની ચાલીમાં રહેતા મુરસીદહુસેન અખ્ત્રરહુસેન શેખ ટ્રેસ સિલાઈનું કામકાજ કરે છે 20 જાન્યુઆરીના રીજ તેમનો ભાઈ મુનાવરહુસેન તેમની બે વર્ષની પુત્રીને ફરવા લઈ ગયો હતો. અને રાત્રના અરસામાં ઘર મજીક મૂકીને જતો રહ્યો હતો. બીજીતરફ કોઈ અજાણ્યો ઈસમ બાળકીને ઉપાડીને ભગવા લાગ્યો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ આ ઇસમને પકડી લીધો હતો. બાદમાં તેને ઢોરમાર માર્યો હતો. મુનાવરહુસેને પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં રખિયાલ પોલીસ બનાવસ્થળે આવી પહોંચી હતી. પોલીસે ઇસમનું નામ પુછતાં રાહુલ જોગિંદર રામ હોવાનું જણાવ્યું હતું. રાહુલ મુળ બિહારનો રહેવાસી છે અને અગાઉ કાસમ છીપાની ચાલીમાં રહેતો હતો. હાલમાં તે રખિયાલમાં રહેતો હતો અને જરીકામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતો. આ બાબતે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.