નવાપુરા પાસે બાઈકની ટક્કરે એકનું યુવાન મૃત્યુ : બે જણાને ઇજા
મહેસાણા કડી-નંદાસણ રસ્તા ઉપર આવેલા નવાપુરા ગામ પાસે પગપાળા જઈ રહેલા ત્રણ વ્યક્તિઓને એક મોટર સાયકલ ચાલકે હડફેટે લીધો હતો. જેમાં એક યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે મહિલા સહિત બે જણાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. મુળ વિજાપુર તાલુકાના વસાઈના રહવાસી અને એચએએલ કડીના ઉટવા ગામે રહેતા શૈલેષભાઈ દિનેશભાઇ રાવળ પોતાના મતા-પિતા સાથે નંદાસણ-કડી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં નવાપુરા ગામ પાસે એક બાઈક ચાલકે રોગ સાઇડે આવીને ત્રણેયને ટક્કર મારી હતી. જેમમાં દિનેશભાઇ રાવળને ગંભીર ઇજા પહોચતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. જ્યારે શૈલેષ અને તેની માતાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.