ગાંધીધામમાં છેતરપિંડીના ગુનામાં ફરાર શખ્સ પકડાયો
ગાંધીધામ શહેરના રેલવે સ્ટેશન સામે ગત સવારના અરસામાં એલસીબીએ દરોડો પાડીને અંજાર પોલીસ સ્ટેશનના ચાર વર્ષ અગાઉના છેતરપિંડીના ગુનામાં ફરાર શખ્સની અટક કરી લીધી હતી. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત સવારના અરસામાં ટીમ પેટ્રોલીંગમાં હતી તેવા અંજાર પોલીસ સ્ટેશને ચારેક વર્ષ અગાઉ લખાવેલા છેતરપિંડી, વિશ્વાસઘાતની ઘટનામાં સંડોવાયેલા શખ્સ જબ્બરસિંધ બોદુસિંધ રાઠોડ, રહે. રાજસ્થાનવાળો ગાંધીધામ હોવાની બાતમી મળી હતી, પરિણામે એલસીબીએ રેલવે સ્ટેશન સામે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજીક દરોડો પાડીને શખ્સની અટક કરી લીધી હતી. ત્યારબાદ તેને અંજાર પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.