મુંદરામાં ટ્રકે રાહદારીને હડફેટે લેતા મૃત્યુ
મુંદરાના ઝીરો પોઈન્ટ ખાતે ટ્રકે રાહદારીને હડફેટે લેતા મૃત્યુ નીપજયું હતું. આ ઘટનામાં ચાલક સામે ગુનો નોંધણી કરાયો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગત રાત્રીના અરસામાં જીરો પોઈન્ટથી રાસાજી સર્કલ પાસે મુળ બિહાર અને હાલે મુંદરાના રમેશ કૈલાશ ઠાકોર(.ઉ.વ.28) પગપાળા ચાલીને જય રહ્યો હતો. ત્યારે ટ્રક નંબર એચઆર 38 વાય 3643ના ચાલકે હડફેટે લેતા બનાવસ્થળ પર મૃત્યુ નીપજયું હતું. ટ્રકના વ્હીલ તેના પર ફરી વળતાં આ બનાવ બનવા પામ્યો હતો. અકસ્માત બાદ ચાલક વાહન મુકીને નાસી ગયો હતો.