અંગ્રેજી દારૂની 12 બોટલ સાથે એક શખ્સ પોલીસની ઝપટે
ભાવનગર પોલીસ અધિક્ષક પી.એમ.માલ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજાની સુચના પ્રમાણે સિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.આર.સોલંકીની માહિતી હેઠળ બાતમીના આધારે મુબારકભાઈ મહમંદભાઈ આબેડલ્લા રહે. વોરવાડ મોધીબાની જ્ગ્યા નજીક સિહોરવાળાને ઘરે દરોડો પાડતા અંગ્રેજી દારૂની બોટલ નંગ 12 તથા એક મોબાઈલ નંગ 1 કુલ કિંમત રૂ.3,800 ના મુદામાલ સાથે પકડી પાડી જરૂરી તપાસ કરેલ છે. આ કામગીરીમાં સિહોર પોલીસ સ્ટેશનના એચ.સી.મહેતા પ્રધુમનસિંહ ગોહિલ, ગૌતમકુમાર રામાનુજ, અશોકસિંહ ગોહિલ બીજલભાઇ, જયતુંભાઈ દેસાઇ જોડાયા હતા.