પોલીસને જોઈને બે ઇસમો બાઇક મૂકી ફરાર : તલાશી કરતાં દારૂ મળ્યો
ભાવનગરના છેવાડે ફુલસર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસને જોઈ જતાં વે ઇસમો બાઇક મુકીને ફરાર થયા હતા. જ્યારે પોલીસે તલાશી કરતાં અંગ્રેજી દારૂ મળી આવતા બાઇક અને દારૂ જપ્ત કરીને નાસી ગયા બંને ઇસમો સામે ગુનો નોંધી પકડી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પોલીસ ટીમ ફુલસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને જોઈને બે ઇસમો બાઇક મુકીને નાસી ગયા હતા. ત્યારે પોલીસે ત્યાં જઈને બાઈકની તલાશી કરતાં અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાઇક અને દારૂ મળી રૂ.53,600નો મુદામાલ જપ્ત કરી નાસી ગયેલા બંને ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ નાસી ગયેલા બંને ઇસમો ખાટકી ગામના શક્તિસિંહ ચકુભા અને યુવરાજસિંહ જયુભા હોવાનું ખૂલતાં બંનેને પકડી લેવા કાર્યવાહી હાથ ધરેલ છે.