જામનગર ખંભાળીયામાં ચલણી નોટો પર જુગાર રમતા 3 ઇસમો પકડાયા
જામનગર ખંભાળીયામાં ચલણી નોટો પર જુગાર રમતા 3 ઇસમને પોલીસે રૂ.10,130ની મતા સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર ખંભાળીયા શહેરમાં ચાલતી દારૂ-જુગાર સામે કડક તપાસ કરવા જિલ્લા પોલીસ વડાની સુચના પ્રમાણે અહીંના ઇન્ચાર્જ પી.આઈ. અરવિંદસિંહ જાડેજા દ્રારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત અહીંના ધમધમતા એવા નગરગેઇટ વિસ્તારમાં આવેલા બગીચામાં જાહેરમાં ચલણી નોટો ઉપર એકી-બેકીનો નોટ-નંબરનો જુગાર રમતા ગઢવી કાના અરજણ ભીડા, સુનીલ શાંતિલાલ ઉનડક્ડ અને સતવારા ધર્મેન્દ્ર કિશોરભાઇ નકુમને પકડી લીધા હતા. ઝડપાયેલા આ ત્રણ ઇસમો પાસેથી રૂ.10,130નો મુદામાલ જપ્ત કરી પોલીસ ટીમના રાજેન્દ્રસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, જીતુભાઈ જામ વગેરે જુગારધારની કલમ હેઠળ ધોરણસર તપાસ કરી હતી.