વરાછામાં કારખાનામાંથી 16 શખ્સો ઝડપાયા
સુરત એ.કે.રોડ ધનશ્યામનગરમાં કારખાનામાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી 16 શખ્સોને 92,150ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. ડીસીબીએ સાંજના અરસામાં દરોડો પાડ્યો હતો. દરમિયાન અનિલકુમાર સીંગ, જોખંડ રામ, બાબુ અંસારી, ભાવેશ શાહ, પ્રકાશ ચૌધરી, રવિન્દ માલાણી, દિનેશ સાવલીયા, ગણપત રાઠોડ, નરેશ ગોલાણીયા, રતનલાલ સોની, દિપક ચૌહાણ, મહેન્દ્ર પઢિયાર, રાજેશ શાહુ, અજય વડગામા, અજિત વિશ્વકર્મા અને સંજય બવાડીયા જુગાર રમતા ઝડપાયા હતા.