માંડલમાં જુગાર રમતા આઠ ઇસમો પકડાયા
અમદાવાદ જિલ્લાના માંડલ ગામે બારેમાસ જુગારની મોસમ ચાલતી હોય છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમને ખાનગી બાતમી મળેલ કે માંડલ ચબુતરા ચોક વિસ્તારમાં ખુલ્લામાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને પકડી પાડી રૂ.39,400 રોકડ રકમ જુગારના સાધનો સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ જગદીશચંદ્ર હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ સહિતની ટીમને ખાનગી બાતમી મળેલ કે માંડલ ગામે ચબુતરા ચોક વિસ્તારમાં ખુલ્લામાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે. તે બાતમીના આધારે દરોડો પાડતા ભોજા ભરવાડ, રામભાઇ જાદવ, કાળુજી ઠાકોર, મુસતુફા કછોટ, હરેશ કછોટ, રાજેદ્રગિરી ગોસ્વામી, અનિલ ઠક્કર, રમેશ વણકર તમામને પકડી પાડી રૂ.39,400 રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.