બામણબોર નજીક ટેન્કર સાથે અથડાતાં બાઇકચાલકનું મૃત્યુ
ચોટીલા રાજકોટ હાઇવે ઉપર જૂના બામણબોરના માર્ગે પાણીના ટેન્કર વાળા ટ્રેક્ટરની હડફેટે બાઇકચાલક આવતા નવા ગામના યુવાનનું મોત નિપજતા અરેરાટી પ્રસરી છે. અકસ્માતની માલતિ વિગતો પ્રમાણે ગત સાંજના અરસામાં સુમારે મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંડવાયેલ યુવાન બામણબોર ગામના મફતીયાપરા વિસ્તારમાં દહાડા પ્રસંગનો મંડપ છોડી તેના બાઇક ઉપર નવાગામ જવા નીકળેલ હતો. જે જુના બામણબોરના માર્ગે પહોચતા પાણીના ટેન્કર સાથે પુરપાટ જતાં ટ્રેક્ટરચાલકની ગફલતથી ઠોકરે ચડતા બાઇક ટ્રેક્ટર નીચે ઘુસી ગયેલ, રાહુલ ખોડાભાઈ નાંગાણી ફોગોળાઈ પટકાતાં તેને 108માં હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કરતાં દુ:ખની લાગણી છવાઈ ગયેલ અકસ્માતને કારણે આસપાસમાં લોકો દોડી આવેલ. પોલીસે ટ્રેક્ટરચાલક સામે ગુનો દાખલ કરી દુર્ઘટના બાબતે કાર્યવાહી હાથ ધરી છે.