પડધરી પાસે રાજકોટનો વોન્ટેડ બુટલેગરનો રૂ. 20.37 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ-જામનગર રસ્તા પરના પડધરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ચોકી ઠાણી હોટલના પાટીયા પાસેથી એ.સી.બી.એ ટ્રકમાંથી 6116 વિદેશી દારૂની બોટલ સાથે રાજકોટના એક ઈસમ ટ્રકના ચાલક અને કલીનરની અટક કરી રૂ. 20.37 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો હોવાનું ખુલ્યું છે. એક સપ્તાહ પૂર્વે ન્યારા પાસેથી હર્ષદ મહાજનનો લાખોનો દારૂ ઝડપાયાની શાહી સુકાય નથી ત્યાં વધુ એક રેડમાં હર્ષદ મહાજનનું નામ ખુલી એલ.સી.બી. દારૂના નેટવર્કને તોડી પાડવા દારૂના મુળ સુધી પહોચવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પડધરી પંથક બુટલેગરોને મોકળું મેદાન હોવાથી અવાર-નવાર કર્ટિગ થતું હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને ધ્યાને આવતા પેટ્રોલીંગ હાથ ધરવા આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ની ટીમ જામનગર રસ્તા પર પેટ્રોલીંગમાં હતી. ત્યારે એચ.આર.65 એ 9911 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ડીલીવરી કરવા જતો હોવાની મળેલી બાતમીના આધારે ટીમે ચોકી ઠાણી હોટલના પાટીયા નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલા ટ્રકને ઉભી રાખી તલાશી લેતા ટ્રકમાંથી રૂ. 20.37 લાખની કિંમતનો 6116 બોટલ દારૂ સાથે ટ્રકના ચાલક રાજસ્થાનનો અમરશી જોગીન્દ્ર જાટ, કલીનર મોહનલાલ ગંગારામ ગોડ અને રાજકોટના ગોકુલધામના પ્રિપાક ઉર્ફે કાળિયો વિનોદ રવિશંકર મહેતાની અટક કરી ટ્રક મળી રૂ. 35.41 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડેલા પ્રિપાક ઉર્ફે કાળિયા મહેતાની પ્રાથમીક પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. રાજકોટ શહેરમાં હર્ષદ મહાજન પર પોલીસની ભીસ વધતાં બુટલેગર હર્ષદ મહાજન રાજકોટ ગ્રામ્યના પડધરી પંથકમાં એક સપ્તાહમાં બુટલેગર હર્ષદ મહાજનનો દારૂનો બીજો જંગી જથ્થો પકડાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *