રાપર તાલુકાનાં ગેડી ગામની સીમમાં જમીન મામલે શખ્સો દ્રારા આધેડ પર હુમલો
રાપર તાલુકાનાં ગેડી ગામની સીમમાં જમીન મામલે ત્રણ શખ્સોએ એક આધેડ ઉપર લાકડી વડે હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ થઈ હતી. ગેડી ગામથી દાખણાદી સીમમાં આવેલ જેસંગ હરિ સેલાત (ઉ.વ.55)ના ખેતર નજીક ગત સાંજના અરસામાં આ ઘટના બની હતી. જમીન મામલે મનદુ:ખ રાખી આ આધેડ પાસે માદેવા રામસંગ, વેલજી માદેવા આવ્યા હતા અને બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને ફરિયાદી એવા આધેડ જેસંગ સેલાત ઉપર લાકડી વડે હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ થઈ હતી. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.