મોટા યક્ષમાં જીપકાર હડફેટે બે બાઇકચાલક ધવાયા
નખત્રાણા તાલુકામાં મોટા યક્ષ ખાતે બોલેરો જીપકાર સાથેના અકસ્માતમાં કોટડા (જડોદર)ગામના બાઈકના ચાલક પ્રફુલ્લ વિનોદભાઇ ભદ્રુ (ઉ.વ.19) અને હસ્તિક વિનોદભાઈને ઇજાઓ પહોંચી હતી. ગત બપોરના અરસામાં મોટા યક્ષ ખાતે બસ સ્ટેશન નજીકના ધોરીમાર્ગ ઉપર અકસ્માતનો આ બનાવ બન્યો હતો. નખત્રાણા પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.